Posts

Showing posts with the label ચાલો ફરવા

સાળંગપુર - ગુજરાતના મુખ્ય તીર્થ સ્થળ માનું એક

Image
સાળંગપુર   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત રાજ્યના  મધ્ય ભાગમાં આવેલા  બોટાદ જિલ્લામાં  આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા  બરવાળા તાલુકામાં  આવેલું એક ગામ છે. સાળંગપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ગામમાં મુખ્યત્વે  ઘઉં ,  બાજરી ,  કપાસ ,  દિવેલી  તેમ જ  શાકભાજીના  પાકની  ખેતી  કરવામાં આવે છે. આ ગામમાં  પ્રાથમિક શાળા ,  પંચાયતઘર ,  આંગણવાડી  તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ અહીં આવેલા કષ્ટભંજન દેવ  હનુમાન  મંદિરને કારણે પ્રખ્યાત છે. આ મંદિર,  સ્વામીનારાયણ સંપ્રદાય  હસ્તક છે અને લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અહીં ભૂત વગેરેનો વળગાડ દૂર થાય છે ભૂગોળ સાળંગપુર જવા માટે રેલમાર્ગ દ્વારા  ભાવનગર  જતી ટ્રેનમાં  બોટાદ  ઉતરીને ત્યાથી ૧૧ કિમી સડક માર્ગે જઈ શકાય છે. સંપૂર્ણ સડક માર્ગે  અમદાવાદ  તરફથી આવવા માટે બરવાળા જતી બસમાં સાળંગપુર ઉત...

સાપુતારા - ગુજરાત ની જન્નત

Image
સાપુતારા  એ  ભારત  દેશના  ગુજરાત  રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ  ગુજરાત રાજ્યના  દક્ષિણ ભાગમાં આવેલા  ડાંગ જિલ્લાના   આહવા તાલુકામાં  આવેલું છે. આ સ્થળ  મહારાષ્ટ્ર રાજ્યની  સરહદ પર,  સહ્યાદ્રિ પર્વતમાળામાં  જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે  કુકણા બોલીનો  ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય  ખેતી ,  ખેતમજૂરી  તેમ જ  પશુપાલન  છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી  મહુડાનાં  ફુલ તેમ જ બી,  ખાખરાનાં  પાન,  ટીમરુનાં  પાન,  સાગનાં  બી,  કરંજના  બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. જોવાલાયક સ્થળો જ...